શહેરા તળાવ મહોલ્લા વિસ્તારમાંં પાંચ ઈસમોએ ભેગા મળી ગૌવંશ મંગાવી ગૌવંશનું કત્તલ કરેલ હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ગૌમાંસ 495 કિલો, મોબાઈલ ફોન, બાઇક મળી કુલ કિંમત 1,24,000/-રૂપીયા મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. જ્યારે પાંંચ ઈસમો નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તળાવ મહોલ્લા વિસ્તારમાં આરોપી ઈસમો આશીફ મજીત શેખ, સમીર બસીર શેખ, ઈરફાન બશીર શેખ, આશીફ આરીફ શેખ ઉર્ફે છુંગા, તાહીર ઝાકીર મલેક, જાવેદ અજીત શેખ ભેગા મળી કયાંક થી ગૌવંશ મંગાવી ગૌવંશનુંં કત્તલ કયુર્ં હતું. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ગૌવંશનું માંસ 495 કિલો ગ્રામ કિંમત 99,000/-રૂપીયા, મોબાઈલ ફોન, મોટર સાયકલ મળી કુલ 1,24,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે આશીફ મજીત શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે પાંચ આરોપીઓ પોલીસને રેઈડ દરમિયાન નાશી જઈ છુટીયા હતા. આ બાબતે શહેરા પોલીસ મથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.