શહેરાના તાડવા ગામે દારૂ પીવા પૈસા નહિ આપતાં માથામાં સુડી મારી ઈજાઓ પહોંચાડી

શહેરા, શહેરા તાલુકાના તાડવા ગામે ફરિયાદી પાસે દારૂ પીવાના પૈસા આરોપી માંગતો હોય પૈસા આપવાની ના પાડતા આરોપીએ હાથમાં રાખેલ સુંડી માથામાં મારી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના તાડવા ગામે રહેતા ચંદ્રસિંહ ભાવસિંહ બારીયા પાસે આરોપી ડાહ્યાભાઈ ઉર્ફે કેશુ શનાભાઇ પરમાર પાસે દારૂ પીવાના પૈસા માંગતો હોય આરોપીને દારૂના પૈસા આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ જઈ હાથમાં રાખેલ સુુંડી ચંદ્રસિંહને માથામાં મારી ઈજાઓ પહોંચાડતા આ બાબતે શહેરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.