શહેરા, શહેરા તાલુકાના શેખપુર ગામે નાયકા ફળીયામાં રહેતા આરોપીના ધરે ગાંજો રાખેલ હોય તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સુકો ગાંજો 1,720 કિલો ગ્રામ તેમજ જમીનમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંંગ-15 મળી કુલ 20,700/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ શહેરા તાલુકાના શેખપુર ગામે નાયકા ફળીયામાં રહેતા વિનુભાઇ રૂપાભાઇ નાયકા એ પોતાના ધરમાં સુકા ગાંંજાનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પંચમહાલ એસ.ઓ.જી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ધર માંથી સુકો ગાંજો વજન 1,720 કિલો ગ્રામ કિંમત 17,200/-રૂપીયા તથા પોતાની માલિકીની જમીનમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ વજન 350 ગ્રામ મળી કુલ 20,700/-રૂપીયાના મુદ્દામાલ સાથે વિનુભાઈ નાયકાને ઝડપી પાડી આ બાબતે શહેરા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.