શહેરાના સલામપુરા ગામે કત્તલના ઇરાદે ગોંધી રાખેલ 6 ગૌવંશ પોલીસે બચાવ્યા

શહેરા,શહેરાના સલામપુરા મંદિર ફળીયામાં રહેતા આરોપી ઈસમના ધર આગળ શહેરાના બે ઈસમોએ કત્તલના ઈરાદે ગૌવંંશ નંગ-6 કિંમત 50,000/-રૂપીયાને ધાસચારો કે પાણી વગર ઝાડ સાથે બાંધી રાખેલ સ્થળે પોલીસે રેઈડ કરી એક ઇસમને ઝડપી પાડવામાંં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા ખાતે રહેતા મહેબુબ ઉર્ફે ભોલો બશીર શેખ, મુજજશીર ઉર્ફે સીટુક હનિફ શેખ કોઈક જગ્યાએથી કત્તલ માટે ગૌવંંશ ગાય નંંગ-4 વાછરડી-1, વાછરડા-1 મળી 6 ગૌવંંશ કિંંમત 50,000/-રૂપીયા કોઈ વાહન દ્વારા લાવીને સલામપુરા મેહુલભાઈ નાનુસિંહ બારીયાના ધર આગળ આંબાના ઝાડ પાસે ટુંકા દોરડાથી ધાસચારો કે પાણી વગર બાંધેલ હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 6 ગૌવંંશને બચાવી લેવામાં આવ્યા. પોલીસે રેઈડ દરમિયાન મેહુલ નાનુસિંહ બારીયાને ઝડપી પાડવામાંં આવ્યા. જ્યારે બે આરોપી મળી આવ્યા ન હતા. આ બાબતે શહેરા પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.