શહેરાના સાજીવાવના બુટલેગર્સને પાસા હેઠળ કચ્છ-ભુજ જેલમાં મોકલાયો

શહેરા,શહેરા તાલુકાના સાજીવાવ ગામના લીસ્ટેડ બુટલેગર્સ વિરૂદ્ધ શહેરા પોલીસે પાસાની દરખાસ્ત કરતાં મેજીસ્ટેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજુર કરી કચ્છ-ભુજ જેલમાં મોકલી આપવાના આદેશ સાથે પોલીસે બુટલેગર્સને ઝડપી જેલમાં મોકલી આપવામાં આવ્યો.

શહેરા તાલુકાના સાજીવાવ ગામના બુટલેગર્સ પ્રવિણભાઈ કાભસિંહ પટેલ વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે વિદેશી દારૂ રાખવા-વેચવા અને હેરાફેરીના 3 જેટલા ગુન્હાઓ નોંધાયેલ હોય ત્યારે દારૂના દુષણતા દુર કરવા બુટલેગર્સ વિરૂદ્ધ શહેરા પોલીસે પાસની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટેટને મોકલી આપતાં જીલ્લા મેજીસ્ટેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજુર કરી પાલાસ ખાસ જેલ કચ્છ-ભુજ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અને નાસતો ફરતો હોય એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે પ્રવિણભાઈ પટેલની ધરપકડ કરી પાસા હેઠળ કચ્છ-ભુજ મોકલી આપવામાં આવ્યો છે.