શહેરાના સાદરા ગામે આંગણવાડી કેન્દ્ર-1 અને પ્રા.શાળા પાસે ગંદકીનું સામ્રાજ્ય

શહેરા,શહેરા તાલુકાના સાદરા ગામની આંગણવાડી કેન્દ્ર 1 અને પ્રાથમિક શાળા પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વછતા અભિયાનના લીરેલીરા ઊડી રહયા છે. પ્રાથમિક શાળા અને આંગણવાડી પાસે ઉકરડાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધવા સાથે નાના બાળકોના આરોગ્ય સાથે ખતરો ઊભો થાય એ પહેલા ગંદકીનુ સામ્રાજ્ય દૂર કરવામાં આવે એ હાલની પરિસ્થિતિને જોતા જરૂરી છે.

શહેરા તાલુકામાં અનેક ગામોમાં 2ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જયારે સાદરા ગામમાં આંગણવાડી કેન્દ્ર 1 અને પ્રાથમિક શાળા પાસે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આંગણવાડી અને પ્રાથમિક શાળા ખાતે આજ ગામના નાના બાળકો અભ્યાસ માટે આવતા હોય ત્યારે અહી ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળતા મચ્છરનો ઉપદ્રવ વધે તો નવાઈ નહી. હાલની પરિસ્થિતિને જોતા આ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. આ ગામની આગંણવાડી અને પ્રાથમિક શાળા પાસે જે રતેના દ્રશ્યો ઉકરડા અને ગંદકીના જોવા મળતા સ્વચ્છતા બાબતે અહી અનેક સવાલો ઉઠવા સાથે બાળકોના આરોગ્ય પર પણ ખતરો મંડાઇ શકે તેમ હોય તેમ છતાં સબંધિત તંત્ર દ્વારા આ બાબતે પાછલા કેટલાક સમયથી કોઈજ ગંભીરતા લેવામાં આવી નથી. જ્યારે ઉકરડાના કારણે આંગણવાડી અને પ્રાથમિક શાળામાં આવતા બાળકો બીમારી સપડાઈ જાય તે પહેલા સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવવી જોઈએ સાથે ગંદકીને તાત્કાલિક દૂર કરવામાં આવવી જોઈએ એ પણ જરૂરી છે.ત્યારે જોવુજ બન્યું રહ્યુ કે સ્વચ્છતા અભિયાન હાલ તાલુકામાં ચાલી રહયું હોય ત્યારે આ મામલે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને કેટલી ગંભીરતાથી લઈને ગંદકીનું સામ્રાજ્ય દૂર કરાવશે કે પછી કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવે ત્યારબાદ જ પ્રાથમિક શાળા અને આંગળવાડી પાસે જોવા મળતી ગંદકી દૂર કરવામાં આવશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તેમ છે. હાલ તો અહીં જોવા મળતા દ્રશ્યો પરથી સ્વછતા અભિયાનને લઈને અનેક સવાલો અહીં ઊભા થતા જોવા મળવા સાથે માત્ર ફોટા પડાવવા પૂરતું હતું કે શું?