શહેરા ના પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ શરૂ હોવા સાથે રવિવારની રજા હોવાથી ભક્તોનો ઘસારો દર્શનાર્થે જોવા મળી રહ્યો હતો. શિવભક્તોની આસ્થા આ શિવ મંદિર સાથે જોડાયેલી હોવાથી મંદિરનું પરિસર હર.. હર.. મહાદેવના નાંદ થી ગૂંજી ઉઠ્યું હતુ.
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં શ્રાવણ માસને લઈને શિવાલયો માં ભક્તોની અવરજવર જોવા મળી રહી હતી. જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ અને રવિવારની રજા હોવાથી સ્થાનિક જીલ્લા સહિત રાજ્યભર માંથી શિવ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ ના શિવ ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જોકે આઠ ફૂટ લંબાઈ અને પહોળાઈ ધરાવતા આ શિવલિંગના દર્શન કરીને જ્યોતિર્લિંગ ના દર્શન કરવા જેટલું મહત્વ હોવાથી શ્રાવણ માસમાં દૂર દૂરથી શિવ ભક્તો અહીં આવતા હોય અને દર્શન કરવાથી મનને શાંતિ મળતી હોવાનુ શિવભક્તો જણાવી રહ્યા હતા. શિવભક્તોની આસ્થા આ શિવ મંદિર સાથે જોડાયેલી હોવાથી મંદિરનું પરિસર હર હર મહાદેવ ના નાંદ થી ગૂંજી રહ્યું છે.