શહેરામાં શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવાલયો હર હર મહાદેવના નાંદ થી ગુંજી ઉઠ્યા હતા. જ્યારે પૌરાણીક મરડેશ્વર મહાદેવ મંદીર ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ તેમજ શિવ ભક્તોએ મરડેશ્વર મહાદેવને બીલીપત્ર, દૂધ, જળઅભિષેક કરી પૂજા અર્ચન કરી હતી.
શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થવા સાથે પંચમહાલ જીલ્લામાં આવેલા શિવાલયો બમ…બમ…ભોલેના નાંદથી ગુંજી ઉઠયા હતા. જ્યારે શહેરા પૌરાણીક મરડેશ્વર મહાદેવ મંદીર ખાતે સવારથી શિવ ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી આવ્યા હતા. વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ તેમજ શિવ ભક્તોએ મરડેશ્વર મહાદેવને બીલીપત્ર, દૂધ, જળઅભિષેક કરી પૂજા અર્ચન કરી હતી.
ઓમની પ્રતિકૃતિ સતત ગંગાજળનું વહેણ (જલાધારી) ધરાવતું અને 8 ફૂંટ ઉંચાઇ અને 8 ફૂટ પહોળા અને રૂદ્રાક્ષ જેવી ભાત ધરાવતા મરડેશ્વર મહાદેવના શિવલીંગના દર્શન કરી ભક્તો એ ધન્યતા અનુભવી હતી. દૂર દૂરથી તેમજ અન્ય રાજ્ય માંથી પણ મહાદેવના દર્શન કરવા માટે ભક્તો આવ્યા હતા. મંદિર ખાતે દિવસ દરમિયાન શિવભક્તોની અવરજવર રહેવા સાથે જીલ્લામાં આવેલા શિવાલયો ખાતે પણ શિવભક્તોએ શિવજીની આરાધના કરી હતી. આ વખતે શ્રાવણ માસનો પ્રારંભ સોમવારના દિવસથી થવા સાથે સપ્ટેમ્બર માસના પ્રથમ સોમવારે શ્રાવણ માસ પૂર્ણ થશે. ત્યાં સુધી દેવાધી દેવ મહાદેવની ભક્તિમાં શિવ ભક્તો લીન થઈ જવા સાથે ભક્તિમય માહોલ જોવા મળનાર છે.