શહેરાના પાટીયા ગામે પાલિકાને ધન કચરાના નિકાલ માટે ફળવાયેલ 3 હેકટર જમીન ઉપર પોલીસ બંદોબસ્ત સાથે કંપાઉન્ડ વોલની કામગીરી શરૂ કરાઈ

શહેરા, શહેરા નગરના પરા વિસ્તારમાં પટિયા ગામ પાસે પસાર થતા ડામર રસ્તાને અડીને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ધન કચરાના નિકાલ માટે સરકાર દ્વારા ત્રણ હેક્ટર જમીન વર્ષ 2020માં ફાળવવામાં આવી હતી. નગર પાલિકા પોલીસ બંદોબસ્ત સાથે કમ્પાઉન્ડ વોલની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

શહેરા નગરના પરા વિસ્તારમાં પટિયા ગામ પાસે પસાર થતા ડામર રસ્તાને અડીને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ધન કચરાના નિકાલ માટે સરકાર દ્વારા ત્રણ હેક્ટર જમીન વર્ષ 2020માં ફાળવવામાં આવી હતી. જે તે સમયે પાલિકા દ્વારા અહીં દિવાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા આજુબાજુના સ્થાનિક લોકોએ આનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે બુધવારના રોજ નગર પાલિકાના એન્જિનિયર જીગ્નેશ શાહ, સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી જઈને કમ્પાઉન્ડ વોલની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જેસીબી મશીનના મદદથી ખાડા ખોડવા સહિત ની અન્ય કામગીરી દિવસ દરમિયાન કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં નગરપાલિકામાં વિસ્તારમાંથી કચરો ટ્રેકટર સહિતના અન્ય વાહનોમાં ભરી લાવીને અહીં કચરો એકત્રિત કરીને ધન કચરાનો નિકાલ કરવાની કામગીરી અહીં કરવામાં આવનાર છે. જોકે, જ્યાં સુધી આ કમ્પાઉન્ડની કામગીરી કરવામાં આવશે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવનાર હોવાનું પાલિકા તંત્ર પાસેથી જાણવા મળેલ હતું.