શહેરાના પરા વિસ્તારની શાળામાં ઓરડાની ઘટ હોવાથી એક વર્ગ ખંડમા ધોરણ 6, 7 અને ધોરણ 8 ના બાળકો એક છત નીચે બેસીને શિક્ષણ મેળવી રહયા

  • પ્રાથમિક શાળા 66 વર્ષ જૂની હોવા સાથે 1 થી 8 ધોરણમાં 110 જેટલા વિધાથીઓ અભ્યાસ કરે છે.
  • આ શાળામાં ઓરડાની ઘટ હોવા થી બાળકોના અભ્યાસ પર થઈ રહી છે અસર.
  • સૌ ભણે સૌ આગળ વધે તે સૂત્રો અહી કેટલા સાર્થક થઈ રહયા છે આ દ્રશ્યો પરથી ખબર પડી જાય છે.

શહેરા, શહેરા નગરના પરા વિસ્તારમાં આવેલ ઢાકલિયા પ્રાથમિક શાળા 66વર્ષ જૂની હોવા સાથે 1થી 8 ધોરણ મા 110જેટલા વિધાથીઓ હાલ અભ્યાસ કરે છે. અહી શાળામા ઓરડા ની ઘટ હોવાથી એક વર્ગ ખંડમાં ધોરણ 6, 7 અને 8 ના બાળકો એક છત નીચે બેસીને શિક્ષણ મેળવી રહયા છે. ઓરડાની ઘટ હોવા છતાં શિક્ષકો શાળાએ આવતા બાળકોને વધુ શિક્ષણ મળે તે માટેના પ્રયાસો કરતા હોય છે. આ શાળામાં એક ક્લાસમાં ત્રણ શિક્ષકો એક સાથે અલગ અલગ ધોરણના બાળકો ભણાવતા હોય ત્યારે બાળકોનું મન અભ્યાસ મા લાગતું હશે કે નહી તેવા અનેક સવાલ હાલ વાલીઓ માંથી ઊઠી રહયા છે.

શિક્ષણ વિભાગ જાહેરાતો પાછળ લખલૂટ ખર્ચો કરવા સાથે શિક્ષણની મોટી મોટી વાતો કરતા હોય ત્યારે શહેરા નગરના પરા વિસ્તારમાં આવેલ 66 વર્ષ જૂની ઢાકલિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડાઓમાં ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળા ખાતે 1 થી 8 ધોરણમાં 110 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં સ્થાનિક ગામ માંથી બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. શાળામાં ઓરડાની ઘટ હોવાથી અહી અભ્યાસ માટે આવતા બાળકોના શિક્ષણ પર થોડી ગણી અસર થઈ રહી છે. ધોરણ 6,7 અને 8 ના બાળકો એક વર્ગ ખંડમાં સાથે બેસીને એક છત નીચે અભ્યાસ કરી રહયા છે. એક ક્લાસ રૂમમાં ત્રણ શિક્ષકો અલગ અલગ ધોરણના બાળકો ને અભ્યાસ એક સાથે કરાવતા હોય છે, ત્યારે બાળકો અભ્યાસ પર પણ થોડી ગણી અસર થાય તો નવાઈ જ નહી. જ્યારે શાળાના શિક્ષકો દ્વારા અહી અભ્યાસ કરતા બાળકોને વધુ શિક્ષણ મળે તે માટે પ્રયાસો પણ કરતા હોય છે. જ્યારે સરકાર પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યકમો સાથે શિક્ષણને લગતી અનેક જાહેરાતો કરીને શિક્ષણનું સ્તર સુધારવા માટે કરોડોનો ખર્ચ કરવા સાથે વિકાસની વાતો કરતી હોય છે. ત્યારે આ દેખતા જ ખબર પડી જાય છે કે, સરકારને શિક્ષણની બાબતે કેટલી ગંભીરતા છે. શાળામાં ઓરડાની ઘટ અંગે રજૂઆત પણ કરવામાં આવી હોવા છતા પરીણામ શૂન્ય આવતા બાળકોને પાછલા કેટલાક સમય થી આજ રીતે અભ્યાસ કરવો પડી રહયો છે. ત્યારે સૌ ભણે સૌ આગળ વધે તે સૂત્ર અહીં કેટલું સાર્થક થઈ રહયું છે, તે અહીની પરિસ્થિતીને જોતા જ ખબર પડી જાય છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાનું નવીન મકાન બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. વર્ષો જૂની આ શાળા હોવા સાથે અહીં અન્ય પણ બીજી સમસ્યાઓના કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડતો હોય તેમ કહીએ તો નવાઈ નહી. શિક્ષણ વિભાગ દ્વારા આ ઉપરોક્ત બાબતને કેટલી ગંભીરતાથી લેવામાં આવશે. એતો જોવું જ બન્યું રહયું છે.