શહેરાના નવીવાડી ગામના દંંપતિ વચ્ચે ઝગડામાં પતિ-પત્નીએ સામસામી ફરિયાદ નોંધાવી

શહેરા,શહેરા તાલુકાના નવી વાડી ગામના રામાપીર મંદિર ફળિયામાં દંપત્તિ વચ્ચે થયેલ સામાન્ય ઝઘડો પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. પોલીસ મથક ખાતે પતિ અને પત્ની એ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 6 વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શહેરા તાલુકાના નવી વાડી ગામના રામાપીર મંદિર ફળિયા પાસે રહેતા અનિલ રમેશ માછીના લગ્ન ત્રણ વર્ષ પહેલા બાકરીયા ગામ ખાતે રહેતી શીતલ માછી સાથે થયા હતા. આ બંને દંપત્તિ વચ્ચે કોઈ કારણસર ઘરમાં ઝઘડો થતા મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. અનિલ માછી એ તેની પત્ની અને સાસુના વિરૂદ્ધ માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેની પત્ની શીતલ ને ચા બનાવવા માટે કહેતા તેને ના પાડી દઈને અપશબ્દો બોલીને આગણામા પડેલ ડંડો માથામાં મારી દીધેલ અને તેની માતા મંગુબેન માછીને ફોનથી બોલાવિને ગરદાપાટુનો માર મારતા તેને સિવિલ હોસ્પિટલ શહેરા ખાતે સારવાર કરાવી હતી. જ્યારે શીતલ માછી એ તેના પતિ અનિલ સહિત અન્ય ત્રણ મળીને કુલ ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં અવાર નવાર ઝઘડો કરે છે, તેમ કહીને શીતલને તેના પતિ અનિલ એ માથાના ભાગે ફોન વડે માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, પોલીસે અનિલ રમેશભાઈ માછી, હિતેશકુમાર રમેશભાઈ માછી , કંચનભાઈ નારાયણભાઈ માછી તેમજ અંજનાબેન માછીની સામે ફરિયાદ નોંધી હતી. નવી વાડી ગામ ખાતે પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડો પોલીસ મથક ખાતે પહોંચતા ગામમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હોય તો નવાઈ નહી.