શહેરાના નવા વલ્લભપુર ગામેથી ઝોલાછાપ બોગસ તબીબને પોલીસે ઝડપ્યો

શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામે માછી ફળિયામાં કોઈ પણ ડિગ્રી વગર બોગસ તબીબ દવાખાનુ ખોલીને તબીબી સારવાર કરી રહ્યો છે તેવી પોલીસે મોરવા(રેણા)પીએચસીના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર સાથે રાખી છાપો મારી ઝોલાછાપ તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામે માછી ફળિયામાં કોઈપણ માન્યતા પ્રાપ્ત મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર દવાખાનુ ખોલી તબીબી સારવાર કરે તેવી માહિતીના આધારે શહેરા પોલીસે મોરવા(રેણા)પીએચસીના મેડિકલ ઓફિસર સાથે રાખી રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન બોગસ તબીબ તપન સદાનદભાઈ સરકાર(રહે.નવા વલ્લભપુર, મુળ રહે.બનગાવ, જિ.પરગણા, પ.બંગાળ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. અને દવાખાનામાંથી એલોપેથિક દવાઓ તથા ઈન્સ્ટયુમેન્ટ કિ.રૂ.29,696/-ના મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટિસ એકટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.