
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે નાયક સમાજનો છઠ્ઠો વાર્ષિક સમારોહ યોજાયો હતો. જેમા શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આ સંમેલનમાં સમાજમા ઘર કરી ગયેલા ખોટા રિવાજોને લઈને ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આવા ખોટા રિવાજો બંધ કરીને સમાજને આગળ લઈ જવાની ચર્ચા કરવામા આવી હતી. આ સમારોહમા નાયક સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. રામ મંદિરનુ પ્રાણપ્રતિષ્ઠા થવાની છે જેને લઈ શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પોતાના ઘરે દીવો પ્રગટાવા અપીલ કરી હતી.