શહેરાના નાંદરવા ગામે જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા

શહેરા,શહેરા તાલુકાના નાદરવા ગામે ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી બે ઈસમો ઝડપાઈ જવા પામ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના નાંદરવા ગામે મધર ફળીયા નજીક કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મનોજ કેશસિંહ બારીયા, પ્રિતેશ અરવિંદભાઈ બારીયાને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડપી અને દાવ ઉપર મુકેલ રૂા.2,010/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.