શહેરાના નાંદરવા ખાતે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર અર્થે ભરતસિંહ સોલંકીએ જનસભા સંબોધી

શહેરા,

વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર અર્થે કોંગ્રેસના સ્ટાર પ્રચારક ભરતસિંહ સોલંકી આવ્યા હતા. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ભરતસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થવા સાથે હાર થશે. જ્યારે ભાજપનું અંગ્રેજો જેવું શાસન હોવાથી આવા અંગ્રેજોને કાઢી મૂકીને કોંગ્રેસનું શાસન આવશે.

વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે કોંગ્રેસ દ્વારા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક એવા ભરતસિંહ સોલંકીનું કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી, દુષ્યંતસિંહ ચૌહાણ, જે.બી.સોલંકી, વનરાજસિંહ સોલંકી, અનુપસિંહ સોલંકી અને પ્રવીણ દરજી તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ સહિતનાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સ્ટાર પ્રચારક ભરતસિંહ સોલંકીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પહેલા તો પ્રજાજનોનો આભાર માન્યો હતો. આમ આદમી પાર્ટીની કારમી હાર અહીં થવાની છે અને તેમની ડિપોઝિટ પણ દૂર થશે. જ્યારે ભાજપ આદિવાસી, દલિત કે પછી બક્ષીપંચ માંથી કેમ મુખ્યમંત્રીની જાહેરાત કરતા નથી. ત્રણ દિવસ શાંતિ રાખો અને કોંગ્રેસને મત આપો 8 તારીખ પછી ખબર પડશે કે કોને જેલમાં જવું પડ્યું તે ખબર પડી જશે. જ્યારે કોંગ્રેસવાળા ઓબીસીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પહેલા અંગ્રેજો હુકુમત ચલાવતા હતા તે અગ્રેજો ગયા અને આ નવા અંગ્રેજો આવ્યા છે. આ ગુજરાતની જનતા હાકી કાઢશે. હવે કોંગ્રેસની સરકાર બનવાની છે. આ વખતે ભાજપને ઉખાડીને ફેંકી દેશું અને 125 સીટ કોંગ્રેસની આવનાર છે. એમ કહેવા સાથે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રચાર અર્થેની રાખવામાં આવેલ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા આ વખતની વિધાનસભાની ચૂંટણી તીવ્ર રસાકસી ભરી બની રહેશે. તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.