શહેરા,\ શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે સોમવારની રાત્રે આડા સંબંધની શંકાએ પતિએ પત્નીની હત્યા કરી હતી. પત્નીને શરીરના ગળાના ભાગે કુહાડી મારીને હત્યા કર્યા બાદ પતિ રયજી નાયક ફરાર થતા પોલીસે મર્ડરના આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા ગણતો કરી દીધો હતો.
શહેરા તાલુકાના મોરવા રેણા ગામના વાલ્મિક ફળિયામાં બુધવારની રાત્રીએ આડા સંબંધની શંકાએ પતિએ પત્નીની હત્યા કરી હતી. મરણ જનાર લલીતા એના જીજાજીના ત્યાં રહેવા ગઈ હતી ત્યારે તેનો પતિ પણ ત્યાં રહેવા આવી ગયો હતો. ત્યારબાદ પતિ રયજીએ તેની જ પત્ની લલીતા નાયકને શરીરના ગળાના ભાગે કુહાડી મારીને હત્યા કર્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે આ મામલે 302 મુજબ ગુનો નોંધીને હત્યાના આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ જુડાલને ખાનગી રહે માહિતી મળી હતી કે આરોપી રયજી નાયક તેના ઘરે અણીયાદ ગામ ખાતે આવવાનો છે મળેલ માહિતીના આધારે આરોપીના ઘર તરફ જવાના રસ્તા પર પોલીસે વોચ ગોઠવી હતી. મર્ડરનો આરોપી રયજી આવતા તેને પોલીસે પકડી પાડીને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો પોલીસની કડક પૂછપરછ દરમિયાન હત્યાના આરોપી રયજી નાયકએ જણાવ્યું હતું કે એને એવી શંકા હતી કે તેની પત્ની લલિતાને એના જીજાજી સાથે આડા સંબંધ છે. ગુસ્સામાં આવીને તેને મારી નાખી હતી. પોલીસે મર્ડરના આરોપીને પકડી પાડીને જેલના સળિયા ગણતો કરી દીધો હતો.