ગોધરા, શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામે આરોપીએ મારા પતિ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કેમ મુકી તેમ અને તારી પત્નીએ તેમાં સહી કેમ કરેલ છે. તેમ કહી આરોપીઓએ ગાળો આપી ગડદાપાટુનો મારમાર્યો હતો. ફરિયાદીને લાકડી લઈ મારવા દોડી આવતા જાન બચાવી નાશી ગયા હતા. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામે રહેતા આરોપી સુમનબેન કિરીટભાઇ બારીયાએ ફરિયાદી મહેશભાઇ રમણભાઇ સોલંકીને તે મારા પતિ વિરૂદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત કેમ મુકેલ છે અને તારી પત્નીએ તેમાંં સહી કેમ કરેલ છે. તેમ કહી સુમનબેન અને દિપીકાબેન સંજયભાઇ બારીયાએ ગાળો આપી હતી અઅને કોલર પકડી અન્ય આરોપી ભુરાભાઈ ઉર્ફે કિરીટભાઇ બારીયા, સંજય શાંતિલાલ બારીયાએ મહેશભાઇ સોલંકીને ગડદાપાટુનો માર માર્યો હતો. સંજય બારીયા લાકડી લઈને મારવા દોડી આવતાં મહેશભાઇ જીવ બચાવી નાશી છુટીયા હતા. આ બાબતે શહેરા પોલીસ મથકે ચાર આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.