- મંદિર ખાતે ગુરૂ મહારાજ બાલકૃષ્ણ બાપુની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
શહેરા,શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે જોધલપીર બાપુની જન્મ જયંતીને લઈને સદ્દગુરૂ સેવા મંડળ દ્વારા શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂ મહારાજ બાલકૃષ્ણ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં મંદિર ખાતે ભજન કીર્તનની રમઝટ જામી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ જશવંતસિંહ પરમાર ઉપસ્થિત રહેતા તેમનું સદ્દગુરૂ સેવા મંડળ દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જોધલપીર બાપુની જન્મ જયંતીને લઈને મંદિર ખાતે દિવસ દરમિયાન ભક્તોની દર્શન કરવા માટે અવર જવર રહેવા સાથે દર્શને આવેલા ભક્તોએ પ્રસાદીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.