શહેરાના મિઠાલી ગામે તળાવ માંથી હિટાચી મશીનથી કઢાતી માટીનું કામ તલાટીએ બંધ કરાવ્યું

શહેરા, શહેરા તાલુકાના મિઠાલી ગામના તળાવમાંથી ગુરૂવારના રોજ હિટાચી મશીન દ્વારા માટી કાઢીને હાઈવા જેવા વાહનો ભરવામાં આવી રહી હતી.ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રી જે.એલ.કિશોરી પોતાની કાર લઈને તળાવ ખાતે પહોંચી જઈને હિટાચી મશીનથી માટી કાઢવાની કામગીરીને બંધ કરાવી હતી. તલાટી કમ મંત્રીએ તળાવ ખાતે ગેરકાયદે માટી ખનન થતુ હતુ કે શું ? કયા કારણથી તેઓએ તળાવ માંથી માટી કાઢવાની કામગીરી બંધ કરાવી તે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા અહીં તપાસ કરવામાં આવે તો ખબર પડી શકે તેમ છે. જ્યારે તલાટી જે.એલ.કિશોરીને આ બાબતે પૂછતા તેઓ જણાવી રહ્યા હતા કે તળાવમાં ચાલી રહેલ માટી કાઢવાની કામગીરી મેં બંધ કરાવી છેતો મારી બદલી થઈ જશે મને ખબર છે પણ તેઓએ કયા કારણથી તળાવમાં ચાલી રહેલ કામગીરી બંધ કરાવી છે, તે જણાવ્યું ન હતું. મિઠાલી ગામના મુખ્ય તળાવમાં જે રીતે માટી ખનન કરવામાં આવયું હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ અને સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને અહીં તપાસ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે. ઉલ્લેખનીય છેકે, આ ગામની બાજુમાં આવેલ ખાંડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ તળાવમાં આ જ રીતે થોડા મહિનાઓ પહેલા માટી કાઢવામાં આવી રહી હતી. ત્યારબાદ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તપાસ કરવામાં આવતા મસમોટું માટી કૌભાંડ બહાર આવ્યું હતું. મીઠાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા તળાવમાં માટી કાઢવાની કામગીરી બંધ કરવામાં આવી હોય ત્યારે તલાટી કમ મંત્રી પૂછપરછ કરવામાં આવે જેથી ખરી હકીકત શું છે એ પણ બહાર આવી શકે તો નવાઈ નહી.