શહેરાના પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનો ઘસારો દર્શનાર્થે જોવા મળી રહ્યો હતો. શિવભક્તોની આસ્થા આ શિવ મંદિર સાથે જોડાયેલી હોવાથી મંદિરનું પરિસર હર.. હર.. મહાદેવના નાંદ થી ગૂંજી ઉઠ્યું હતું.
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાંદથી ગૂંજી ઉઠયા હતા. જ્યારે શ્રાવણ માસના બીજા સોમવારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જીલ્લા સહિત રાજ્યભર માંથી શિવ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના શિવ ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભાવિક ભક્તોએ બીલીપત્ર, દૂધ, જળ અભિષેક કરી મહાદેવની પૂજા અર્ચન કરી હતી.
જોકે, આઠ ફૂટ લંબાઈ અને પહોળાઈ ધરાવતા આ શિવલિંગના દર્શન કરીને જ્યોતિર્લિંગના દર્શન કરવા જેટલું મહત્વ મળતુ હોવાથી દૂર દૂરથી શિવ ભક્તો અહીં આવતા હોય અને દર્શન કરવાથી મનને શાંતિ મળતી હોવાનુ શિવભક્તો જણાવી રહ્યા હતા. શિવભક્તોની આસ્થા આ શિવ મંદિર સાથે જોડાયેલી હોવાથી મંદિરનું પરિસર હર હર મહાદેવના નાંદ થી ગૂંજી ઉઠ્યું હતું. વરસાદી માહોલ હોવા છતાં શિવ મંદિરોમાં શિવ ભક્તોની અવર જવર દિવસ દરમિયાન રહી હતી.