શહેરા, શહેરા મંગલપુર ચોકડી પાસે ઈકો ગાડીના ચાલકે પોતાનુ પુરઝડપ હંકારી લાવી વેગનઆર ગાડીને ટકકર મારી કારમાં સવાર બે વ્યકિતઓને ઈજાઓ પહોંચાડતા ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરાના મંગલપુર ચોકડી પાસે ઈકો ગાડી નં.જીજે-09-બીઈ-9556ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી જીજે-03-કેએચ-4283ને ટકકર મારતા કારમાં સવાર ભરતભાઈ ડામોર, જયદિપભાઈ મછારને ઈજાઓ પહોંચી હતી. તેમજ ભરતભાઈ ડામોરને કરોડરજજુના ભાગે ફ્રેકચર થયુ હતુ. આ અંગે ફરિયાદ નોંધાવવા પામી છે.