શહેરાના મંગલીયાણામાં દિપડાએ રાત્રિના સમયે ત્રણ બકરાઓનુ મારણ કરતા ગ્રામજનોમાં ભય

શહેરા,શહેરા તાલુકાના મંગલીયાણા ગામના જુની પોસ્ટ ફળિયામાં રહેતા વિક્રમભાઈ પગીના રહેણાંક મકાનની બહાર ત્રણ બકરા બાંધેલ હતા. ત્યારે રાત્રિના સમયે ગામમાં દિપડો ધુસી આવ્યો હતો. અને ગામમાં વિક્રમભાઈ પગીના ધરની બહાર બાંધેલ બકરાઓનુ મારણ કર્યુ હતુ. દિપડાએ બકરાઓનુ મારણ કરતા વિક્રમભાઈ પગી દ્વારા ગામના સરપંચ રાજેન્દ્ર નાયકને બનાવની જાણ કરવામાં આવતા સરપંચે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી શહેરા વનવિભાગને જાણ કરાઈ હતી. જેને લઈ શહેરા વનવિભાગ રેન્જના ફોરેસ્ટ ઓફિસર આર.વી.પટેલે મંગલીયાણા રાઉન્ડ ફોરેસ્ટર સહિત વનવિભાગની ટીમે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી વેટરનરી ડોકટરને બોલાવી મારણ કરાયેલા બકરાઓનુ પીએમ કરાવી તપાસ હાથ હતી. જેમાં રેવન્યુ વિસ્તાર હોવાની સાથે દોઢ કિ.મી.ના અંતરમાં જંગલ વિસ્તાર આવેલ હોવાના કારણે દિપડો ધુસી આવ્યો હોવાનુ માલુમ પડ્યુ હતુે. તો ગામમાં દિપડાએ ત્રણ બકરાઓનુ મારણ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.