શહેરા,
શહેરા તાલુકાના લાભી ગામે રહેણાંક મકાનમાં આવી ચઢેલા બે રસલ વાઈપર સાપનું રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકાયા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે આવેલ ટેકરા ફળિયામાં રહેતા વખતભાઈ રામાભાઈ પગીના રહેણાંક મકાનમાં 2 રસલ વાઈપર સાપ આવી ચઢ્યા હતા, જેથી ઘરમાં રહેતા સભ્યો તેમજ આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેને લઈને આ અંગેની જાણ રહીશો દ્વારા રેસ્ક્યુ ટીમને કરવામાં આવતા શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી. પટેલની માર્ગદર્શન હેઠળ મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી ટીમના મંજીત વિશ્વકર્માએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રહેણાંક મકાનમાં આવી ચઢેલા બે રસલ વાઈપર સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને સાપને પકડી પાડી સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યા હતા.