શહેરાના ખોજલવાસા ગામે મહિલા ઉપર દિપડાએ હુમલો કરતાં મહિલાનો આબાદ બચાવ

  • આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવતી મહિલા નજીકમાં ખેતરમાં થઈ બાળકો લેવા જતી વખતે દિપડાએ હુમલો કર્યો.
  • વન વિભાગના કર્મીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દિપડાની શોધખોળ હાથ ધરી.

શહેરા,

શહેરા તાલુકાના ખોજલવાસા ગામે 28 વર્ષીય મહિલા પર દિપડાએ હિંચકારો હુમલો કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા દિપડો પાસે આવેલા ખેતરોમાં ભાગી છૂટયો હતો.આ બનેલા બનાવ માં મહિલાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે તાલુકા વનવિભાગના અધિકારી રોહિત પટેલ તેમજ કર્મચારીઓ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દિપડાની શોધખોળનું અભિયાન હાથ ધર્યું હતું. દિપડા એ મહિલા પર હૂમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ખોજલવાસા ગામે આવેલી દક્ષિણ બારીઆ પ્રાથમિક શાળાની પાછળ આવેલા લીમડા ફળીયામાં રહેતા 28 વર્ષીય જ્યોતિકાબેન વિજયભાઈ પટેલ આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવે છે. જેઓ શુક્રવારની સવારે આંગણવાડીમાં છોકરાઓને લેવા માટે તેઓના ઘર નજીક આવેલ મકાઈના ખેતરો પાસેથી પસાર થતાં હતા. ત્યારે અચાનક જ એક દિપડો ખેતરમાંથી આવી જતા તેઓની ઉપર હૂમલો કરી પગ પર પંજા મારતા સાડીના કારણે દિપડાના સામાન્ય નહોર વાગ્યા હતા અને મહિલાએ બૂમાબૂમ કરતાં દિપડો ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ ગામમાં દિપડો આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા કેટલાક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડી માંથી ઘરે લઈ ગયા હતા અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ શહેરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત.વી.પટેલને થતાં તેઓ તાત્કાલિક વનવિભાગની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી શોધખોળ શરૂ કરાઈ હતી. ત્યારબાદ તેઓએ ખેતરમાં તપાસ કરતા પંજાના નિશાન જોવા મળ્યા હતા. જે પંજાના નિશાનનું નિરીક્ષણ કરતા તે દિપડાના પગલાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું. આ ઘટનાને લઈને વન વિભાગની ટીમે ગ્રામજનોએ હવે પછી પોતાની પાસે લાકડી રાખવાનું અને રાત્રિના સમયે ઘરોની અંદર લાઈટ ચાલુ રાખવાની સમજ આપી નાના બાળકો અને પ્રૌઢ વ્યક્તિઓનું વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ બનાવને લઈને વનવિભાગના કર્મચારીઓનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ઉપસ્થિત ગ્રામજનોની અંદરો અંદર થતી ચર્ચા અનુસાર પહેલી વખત દિપડાએ દેખા દીધી હતી અને હાલ તો ગામના દક્ષિણ બારીઆ વિસ્તારમાં દિપડાને દેખાવાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળ્યો હતો.

બોક્સ :-
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પહેલી વખત ગામમાં દિપડો દેખાયો છે અને મહિલા પર હૂમલો થયાની જાણ ગામમાં વાયુવેગે પ્રસરતા આંગણવાડીમાં જે બાળકો આવ્યા હતા. તેને વાલીઓ આવીને લઈ ગયા હતા.

બોક્સ :-
જ્યારે મને જાણ થઈ કે મારી પત્ની પર દિપડાને હૂમલો કર્યો છે. આથી હું લાકડી લઈ ત્યાં ગયો હતો. ત્યારે દિપડો મકાઈના ખેતરમાં છુપાયેલો હતો અને મારા પર હૂમલો કરવા જતાં હાથમાંની લાકડી ઉંચી કરી બૂમાબૂમ કરતા તે ભાગી છૂટયો હતો. :- વિજયભાઈ પટેલ, પ્રત્યક્ષદર્શી….

બોક્સ :-
દિપડા દ્વારા મહિલા પર હૂમલો થયાની વાત જાણવા મળતા હું તેમજ મારા સાથેના વન વિભાગના કર્મીઓ દ્વારા