
શહેરા,શહેરા તાલુકાના ખાંડીયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા રથનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને સરકારની વિવિધ લાભકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
શહેરા તાલુકાના ખાંડીયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા રથનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉજ્જવલા યોજના સહિત અન્ય વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આવેલા ગ્રામજનોને સરકારની વિવિધ લાભકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનોએ ‘મેરી માટી,મેરા દેશ’અંતર્ગત ભવાઇ નો કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, જીગ્નેશ પાઠક,તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ખાંડિયા ગામના સરપંચ નર્મદાબેન તેમજ ગામના અગ્રણી રજેન્દ્રસિંહ પરમાર, કિરણસિંહ મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.