શહેરા તાલુકાના બાહી ગામ પાસે આવેલ આંબાજેટી પાસે પસાર થતા રસ્તા ઉપરથી ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલ ટ્રેકટર ઝડપી પાડ્યું હતું. ખનીજ વિભાગએ ગેરકાયદે રેતી ભરેલ ટ્રેકટરને જીલ્લા કલેકટર કચેરી ખાતે લઈ જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
શહેરા તાલુકાના ડેમલી, ઉમરપુર ગામ પાસે પસાર થતી કુણ નદીની અંદરથી લીઝ નહી હોવા છતાં રેતી કાઢીને ટ્રેક્ટર સહિત અન્ય વાહનોમાં હેરાફેરી થતી હોવાની માહિતી જીલ્લા ખાણ ખનીજ વિભાગને મળી હતી. મળેલી માહિતીના આધારે ખાણખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર પૃથ્વીરાજ સહિતની ટીમ તાલુકાના વિસ્તારમાં નીકળ્યા હતા. જ્યારે ખાણ ખનીજ વિભાગની ટીમે આંબાજેટી ગામ પાસેથી રેતી ભરેલ ટ્રેક્ટરને ઊભું રખાવીને ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા નહિ હોવાથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ભરેલ ટ્રેકટરને જીલ્લા કલેકટર કચેરી ખાતે લઈ જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જોકે, ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ભરેલ ટ્રેક્ટરને સીઝ કરીને દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં આવેલી કુણ નદીમાં અને તળાવ તેમજ કોતર માંથી મોટા પાયે રેતીનું ખનન આ વિસ્તારમાં થતું હોય ત્યારે સ્થાનિક સંબંધિત તંત્ર અને જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ખનીજ ચોરી થતી અટકી શકે તો નવાઈ નહી.