શહેરાના જોધપુર ગામે ગાડી અડી જવાના મામલે સમાધાન કરવા ગયેલ બે ભાઈઓ ઉપર મારામારી કરી જાતિ અપમાનિત કરતા 4 ઈસમો સામે ફરિયાદ

શહેરા તાલુકાના જોધપુર ગામે ગાડી અડી જવાની સામાન્ય બાબતે સમાધાન કરવા ગયેલા બે ભાઈઓ સાથે મારામારી કરી જાતિ વિષયક શબ્દો બોલનાર ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ને આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા..

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના બોરીયા ગામના મહેન્દી ફળિયાના રહેવાસી મહેન્દ્ર પર્વત બામણિયા એ મારામારી અને જાતિ વિષયક શબ્દો બોલવા બદલ ચાર વ્યક્તિઓ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વાત કરીએ તો તા.31/08/2024 ના રોજ હિતેન્દ્ર પર્વત બામણીયા તથા વિજય મનજી બામણીયા અશોક લેલન ગાડી લઇ હાલોલ ખાતે જવા નીકળ્યા હતા,તે વખતે સાંપર દેવી ઢાળ પાસે તેઓની ગાડી એક બાઈક સાથે બાંધેલ દુધના કેનને અડી ગયાની ટેલિફોનિક જાણ હિતેન્દ્ર એ તેના ભાઈ મહેન્દ્રને કરતા મહેન્દ્ર એ સ્થળ પર જઈ જોતા મહેન્દ્રના ભાઈ હિતેન્દ્ર એ મોટર બાઈક ચાલકની સાથે મારામારી થઈ હોવાની વાત કરી હતી,સાથે ગાડીમાં રાખેલ રૂ.8000,એક મોબાઈલ ફોન તેમજ અન્ય સામાન આ બાઈક ચાલક લઈ ગયાની વાત કરી હતી.

આ બનાવ બાબતે જોધપુર ગામના લાલાભાઈ ગઢવીએ બાઈક ઉપર આવી આ બનેલ બનાવ સંબંધે સમાધાન કરવા માટે વાત કરતા જોધપુર ત્રણ રસ્તા પાસે આવેલ લાલભાઈ ગઢવીની હોટલ ઉપર ભેગા થયા હતા,જ્યાં સમાધાનની વાત ચાલતી હતી તે વખતે ફોન અને ગાડીની ચાવી બાબતે બોલાચાલી થતાં એક પીળા કલરની ટી શર્ટ પહેરેલ માણસે ગાળો બોલી તેના હાથમાં રહેલ લોખંડનો સળીયો જાનથી મારી નાખવાના ઇરાદે મહેન્દ્રના માથામાં મારી દેતા મહેન્દ્રને ઈજા થઈ હતી,જેથી તેનો ભાઈ હિતેન્દ્ર બામણીયા વચ્ચે છોડાવવા પડતા એક દાઢીવાળા છોકરાએ હિતેન્દ્રને થપ્પડ મારી દીધેલ .

અને બીજા દસ થી બાર માણસોએ દોડી ગડદાપાટુનો માર મારવા લાગતા હોટલવાળા લાલાભાઈ ગઢવીએ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા.જોકે આ બન્ને માણસો તથા એક ઉંમર લાયક માણસ સહિતના તમામ માણસો જાતિ વિષયક શબ્દો બોલી તેઓને અહીં પકડી રાખો અમો બીજી લાકડીઓ લઈ આવીએ છીએ અને આજે તો જાનથી મારી નાખીશુ તેવું કહી જતા રહ્યા હતા.

આ બનાવમાં ઈજા પામેલ વ્યક્તિઓએ બોરીયા આરોગ્ય કેન્દ્રમાં દવા સારવાર કરાવ્યા બાદ મહેન્દ્ર બામણીયા એ શહેરા પોલીસ મથકે પહોંચી આ સમગ્ર બાબતે જાતિ વિષયક શબ્દો બોલી મારામારી કરનાર કૌશીક ગઢવી,તેનો ભાઈ લાલાભાઈ ગઢવી તથા ધનીયો ગઢવી અને રાજ દેવગણ ગઢવી તમામ રહે.નાર ફળીયું,જોધપુરનાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ઈસમો સામે એટ્રોસીટી અને મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરા તાલુકામાં પંદર દિવસની અંદર સમાધાન કરવાની લઈને માર મારવાની ઘટના બનવા પામી હતી પ્રથમ ઘટના 15મી ઓગસ્ટના દિવસે અણીયાદ ચોકડી વિસ્તારમાં મીઠાપુર ગામના મહિલા સરપંચના પતિ અને તેની સાથે આવેલા વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યા બાદ હજુ પણ એ ફરિયાદના પૂરેપૂરા આરપીઓને પોલીસ પકડી શકી નથી ત્યારે આ બીજી ઘટના ગાડી અડી જવાને લઈને બની એમાં પણ સમાધાન કરવાને લઈને માર મારતા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસ દ્વારા ઉપરોક્ત બનેલી બન્ને ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી જોઈએ જેથી પ્રજાજનોમાં જે હાલ ડર જોવા મળી રહ્યો હોય તે ઓછો થાય તો નવાઈ નહીં

શહેરા પોલીસ દ્વારા ક્રાઇમ ઘટે તે માટે એક્શનમાં આવે એ પણ હાલ જરૂરી લાગી રહયું છે. તાલુકામાં 15 મી ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ સમાધાન કરવાને લઈને માર મારવાની ઘટના બનવા પામી હતી. એમાં ફરિયાદી અને તેની સાથેના વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી. જે રીતે ની ઘટનાઓ પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં બનવા પામી હોય ત્યારે પ્રજાજનો માં છુપો ડર હાલ ઊભો થઇ રહયો હોય એવી અનેક ચર્ચાઓ લોકો માં થઈ રહી છે….