શહેરાના જેથરીબોર ગામે જમીનના ઝધડામાં મારી નાંખવાની ધમકી આપતા પાંચ વ્યકિતઓ સામે એટ્રોસિટીની ફરિયાદ

શહેરા,

શહેરાના જેથરીબોર ગામે જમીનના ભાગ બાબતે મારામારી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જાતિય વિષયક શબ્દો બોલતા શહેરા પોલીસ મથકે બે મહિલા સહિત પાંચ સામે એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

શહેરા તાલુકાના જેથરીબોર ગામે કોબા ફળિયામાં રહેતા રમેશભાઈ પ્રતાપભાઈ પટેલિયા, નંદાબેન પ્રતાપભાઈ પટેલિયા, બાબુભાઈ ભેમાભાઈ પટેલિયા, મહેન્દ્રભાઈ બાબુભાઈ પટેલિયા તેમજ નંદાબેન ગલાભાઈ પટેલિયા નામની વ્યકિતઓ તેમની જમીનમાં સરકારી જમીન માપણી કરાવતી હોઈ જેમાં તે જ ફળિયામાં રહેતા કેસરભાઈ માનાભાઈ નાયકનુ ધર રમેશ પટેલિયાના ભાગમાં આવતા કેસરભાઈએ જણાવેલ કે, આ જમીન પર અમારા ધર બાંધેલ છે , તે અમારી પાસે રહેવા દો, તેમ જણાવતા રમેશ પટેલિયા સહિત તેમની સાથેના અન્ય સભ્યોએ લોખંડના સળિયાઓ તેમજ પાઈપ અને પ્લાસ્ટિકના ડબ્બાઓ સાથે લઈ આપી કેસરભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. સાથે જ તેઓએ જાતિ વિષયક શબ્દો બોલી અમારા ગામમાંથી નાસી જાઓ નહિ તો તમને જાનથી મારી નાંખીશુ તેમ કહી રમેશ પ્રતાપભાઈએ કેસરભાઈને ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોવાની હકીકત કેસરભાઈ નાયકે શહેરા પોલીસ મથકે જણાવતા શહેરા પોલીસે આ તમામ વિરુદ્ધ એટ્રોસિટી એકટ તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.