શહેરા, શહેરા તાલુકાના મંગલીયાણા ગોપી ગામ આવેલી તલાવડી પાસે રોડ઼ પરથી પસાર થઈ રહેલ દંપતિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમા બાઈક રોડ પર ફંગોળાતા પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પત્નિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ મામલે શહેરા પોલીસ મથક ખાતે પરિવારજનો દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા મુકેશભાઈ અને તેમના પત્ની કૈલાશબેન તેમના પત્ની સાથે મંગલિયાણા ગોપી તળાવ પાસેથી બાઈક પર બેસીને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને અડ઼ફેટે લેતા દંપતી રોડ પર પટકાયુ હતુ. જેના કારણે શરીરના ભાગે ગંભીર ઈજા થવાથી મુકેશભાઈનુ ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે રાહદારીઓ દ્વારા ઈજા પામેલા કૈલાશબેનને શહેરા હોસ્પિટલ અને ત્યાથી ગોધરા સિવીલ ખાતે ખસેડવામા આવ્યા હતા. મૃતક મુકેશભાઈના મૃતદેહને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ મામલે શહેરા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી.