શહેરાના ગોકળપુરા ગામે હત્યાના ગુનામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

શહેરા તાલુકાના ગોકુળપુરા ગામે ગાયો ચરાવવાની ના પાડવાની બાબતે હત્યા કરાઈ હતી. આ હત્યાના ગુનાના આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા આરોપી જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.

શહેરા તાલુકાના ગોકુળપુરા ગામે આરોપીઓ સંજયભાઈ ઉર્ફે ચંદુભાઇ વીરાભાઇ ઉર્ફે વિક્રમભાઇ ભરવાડ અને ગોવિંદભાઇ પોપટભાઈ ભરવાડ ફરિયાદના ખેતરમાં ડાંગરના ખેતરમાં ગાયો ચરાવવા માટેની હોય જેને લઈ શાંતાબેન બાબુભાઇ બારીયાએ ગાયો ચરાવવા ના પાડી હતી. ત્યારે આરોપીઓને મરણજનાર અને ફરિયાદી આ બાબતે પુછતા આરોપી સંજયભાઇ ઉર્ફે વિક્રમ ભરવાડ એ મરણજનારને માથામાં લાકડીના ફટકા માર્યા હતા. મરજનારને માર માંથી બચાવા જતાં માંંથુ નમાવી લેતાં લાકડી પેઢાના ભાગે મારી મોત નિપજાવ્યું હતું. આ બાબતે શહેરા પોલીસ મથકે ગુનો નોંંધાયો હતો. આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આરોપી ગોવિંદભાઇ પોપટભાઈ ભરવાડએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજી જીલ્લા મુખ્ય સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો કરી હતી. દલીલોને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી નામંંજુર કરવામાં આવી.