શહેરા, શહેરાના ઢાકલીયા રોડ ઉપર તળાવ કાંઠામાં ઝાડીઓમાં ગૌવંશ કત્તલ માટે રાખેલ હોય રેઈડ દરમિયાન બે આરોપી ઝડપાઈ ગયા હતા અને આરોપીઓ શહેરા નીચલી અદાલત દ્વારા જામીન મુકત કરાયા હતા. શહેરા પોલીસે આરોપીઓના જામીન રદ કરવા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં અરજી દાખલ કરતાં ગૌવંશના કેશમાં આજીવન કેદની જોગવાઈને ધ્યાને લઈ આરોપીઓના જામીન રદ કરી હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ઢાકલીયા રોડ ઉપર તળાવ કિનારે ઝાડી ઝાખરામાં ગૌવંશને કત્તલ માટે ગોંધી રાખ્યા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ગૌવંશનુંં માંસ તથા 6 જીવતા બળદો, બાઈક અને મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઈદરીશ રસીદ શેખ, નાસીર હકીમ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓને નીચલી અદાલતમાં રજુ કરતાં રીમાન્ડ નામંજુર કર્યા હતા. બાદમાં આરોપીઓએ જામીન અરજી મુકતાંં નીચલી અદાલત દ્વારા આરોપીઓને છોડ મુકવામાં આવ્યા હતા. આરોપીઓને છોડી મુકતા શહેરા પોલીસે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર જે.એચ.પાઠક દ્વારા શહેરા નીચલી કોર્ટ માંંથી મળેલ જામીન રદ કરવામ માટે નામ.પ્રિન્સી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ કોર્ટમાં અરજી દાખલ કરતાં પબ્લીક પ્રોસીકયુટર જે.એ.પાઠકની રજુઆત ગૌવંશના કેશમાં આજીવન કેદની સજાની જોગવાઈ હોય ધ્યાને લઈ આરોપીઓના જામીન રદ કરવાની દલીલો કરતાં કોર્ટે આરોપીઓના જામીન રદ કરી હાજર થવા હુકમ કરવામાં આવ્યો.