શહેરાના ગમન બારીયા મુવાડા ગામે 58 વર્ષિય વ્યકિતએ ઝેરી દવા પી જતાં મોત

શહેરાના ગમન બારીયાના મુવાડા ગામે રહેતા 58 વર્ષિય વ્યકિતએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં મરણ ગયેલ હોય આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ગમન બારીયાના મુવાડા ગામે પગી ફળિયામાં રહેતા દલપતસિંહ લક્ષ્મણસિંહ પગી (ઉ.વ.58)કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરે ઝેરી દવા પી ગયેલ હોય જેથી સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે શહેરા પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.