શહેરા,
શહેરા પોલીસે ગમન બારીયાના મુવાડા ગામના એક રહેણાંક મકાનમાંથી રૂ.67,920/-ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.
શહેરા પોલીસ મથકના પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન બાતમીના આધારે તાલુકાના ગમન બારીયાના મુવાડા ગામે બારીયા ફળિયામાં રહેતો મુકેશ વિક્રમ બારીઆ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો હોઈ પોલીસે મુકેશ બારીઆના મકાનમાં તપાસ હાથ ધરતા ઓસરીના ખુણાના ભાગે દારૂની 19 પેટીઓ મળી આવી હતી. જેને લઈ પોલીસે રૂ.67,920/-નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો વેપલો કરનાર મુકેશ બારીયાને ઝડપી પાડ્યો હતો.