શહેરાના ગમન બારીયાના મુવાડા ગામેથી 24 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

શહેરા,

શહેરા તાલુકાના ગમન બારીયાના મુવાડા ગામથી ગઢ ગામ તરફ જતા રસ્તાની બાજુ સીમમાંથી બિનવારસી ઈંગ્લીહ દારૂ રૂ.24,000/-મળી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ગમન બારીયાના મુવાડા ગામથી ગઢ ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં સીમમાંથી બિનવારસી હાલમાં ઈંગ્લીશ દારૂના કવાટર્સ નંગ-240 જેની કિ.રૂ.24,000/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Don`t copy text!