શહેરાના ધારાપુર BOB શાખામાં વિધવાના ખાતામાં જમા થયેલ અન્ય ખાતામાં ટ્રાન્સફર થયેલ નાણાં પરત નહિ મળતાં મહિલાને પોલીસ મથકના ધરમધકકા

  • વિધવા કોકિલા બેન ના પતિ સોમાભાઈ ગુજરી જતા તેમની વિમાની રકમ બે લાખ રૂપિયા આવ્યા હતા.
  • વિધવા મહિલાના ખાતામાં વિમાની રકમ 3/9/2020 નારોજ બેંક ઓફ બરોડાની ધારાપુર શાખામાં જમા થતા તે રકમ લક્ષ્મીબેનના ખાતામાં ટ્રાન્સફર થયેલ હતી તેમજ બીજી અન્ય રકમ મકાન બનાવવા માટે આવતા આ જ રીતે સંજય નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. તેમજ 40,000 રૂપિયા રોકડ પણ ઉપડી ગયા હતા.
  • બેન્ક માંથી રૂપિયા ટ્રાન્સફર થવાના આધાર પુરાવા તેમજ ખાતાની માહિતી માંગણી લેખિતમા કરેલ તેમ છતાં બેંક ખાતેથી પૂરેપૂરી નહિ મળતા તેઓ નારાજ થયા હતા.
  • સામાન્ય વર્ગમાંથી આવતી વિધવા કોકીલાબેન સોમાભાઈ પગી પાછલા પાંચ મહિના ઉપરાંતથી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થાય અને તેમને ન્યાય મળે તે માટે તેઓ અરજી આપ્યા બાદ પોલીસ સ્ટેશનના ચક્કર ખાઈ રહ્યા છે.

શહેરા, શહેરા તાલુકાના ધારાપુર ગામની વિધવા મહિલા ન્યાય માટે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને જીલ્લા પોલીસ વડા સુધી અનેક રજૂઆત કરવા છતાં હજુ પણ અનેક સબંધિત કચેરીઓના ધક્કા ખાઈ રહી છે. ધારપુર ગામના તળાવવાળુ મુવાડુ ખાતે રહેતી કોકીલાબેન સોમાભાઈ પગી નામની મહિલા એ મુખ્યમંત્રીને ટપાલ દ્વારા મોકલેલ રજૂઆતમાં તેમને જણાવ્યુ હતું કે પતિ સોમાભાઈ ગુજરી જતા તેમની વિમાની રકમ બે લાખ રૂપિયા આવ્યા હતા. વિધવા મહિલાના ખાતામાં વિમાની રકમ 3/9/2020 નાં રોજ બેંક ઓફ બરોડા ની ધારાપુર શાખામાં જમા થતા તે રકમ લક્ષ્મીબેનના ખાતામાં ટ્રાન્સફર થયેલ હતી તેમજ બીજી અન્ય રકમ મકાન બનાવવા માટે આવતા આ જ રીતે સંજય નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. તેમજ 40,000 રૂપિયા રોકડ પણ ઉપડી ગયા હતા. આ વિધવા મહિલાએ બેન્ક ઓફ બરોડા ધારાપુર શાખામાં રૂપિયા ટ્રાન્સફર થવાના આધાર પુરાવા તેમજ ખાતાની માહિતી માંગણી લેખિતમા કરેલ તેમ છતાં બેંક ખાતેથી પૂરેપૂરી નહિ મળતા તેઓ નારાજ થયા હતા. વિધવા મહિલા કોકીલાબેન સોમાભાઇ પગીના જણાવ્યા અનુસાર બેંક ઓફ બરોડા બેંકમા મારા ખાતા માંથી ખોટી સહીઓ કરીને ઉપડી ગયા છે. બીજા રૂપિયા મારા ટ્રાન્સફર થઈ ગયા હતા. મારે રૂપિયા પાછા જોઈએ છે એટલા માટે મેં પોલીસ સ્ટેશન અરજી આપી છે અને મુખ્યમંત્રી ને ટપાલ દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે, પણ હું વિધવા છું અને બે બાળકો પણ મારે છે, પણ કોઈ અધિકારી મને મદદ કરતા નથી. હાલ તો આ સામાન્ય વર્ગમાંથી આવતી વિધવા કોકીલાબેન સોમાભાઈ પગી પાછલા પાંચ મહિના ઉપરાંતથી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થાય અને તેમને ન્યાય મળે તે માટે તેઓ પોલીસ સ્ટેશનના પણ ચક્કર ખાઈ રહ્યા છે. સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રીને અને જીલ્લા પોલીસ વડાને પણ ટપાલ દ્વારા તેઓ દ્વારા રજૂઆત કરવા સાથે તેમને ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યા હતા. વિધવા મહિલા કોકીલાબેન એ કરેલ રજૂઆતને સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા ગંભીરતાથી લઈને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવે તેવી શક્યતાઓ પણ રહેલી છે. પાંચ મહિના ઉપરાંતથી આ મહિલા ન્યાય માટે લાગતી વળગતી કચેરી સહિત અન્ય કચેરીઓના પણ અનેક ધક્કા ખાવા છતાં હજુ પણ ન્યાય મળશે તેવી આશાએ પોલીસ સ્ટેશન સહિત અન્ય કચેરી ખાતે રજૂઆત માટે જતા હોય છે.

ધારાપુર ગામની વિધવા મહિલા કોકીલા બેન પગીએ રાજ્યના મુખ્યમંત્રીને તેમના ખાતામાંથી ટ્રાન્સફર થયેલ અને રૂપિયા ઉપડી ગયેલ કુલ રકમ બે લાખ કરતા વધુની તપાસ થાય અને તેમને આ બાબતે ન્યાય નહિ મળેતો તેઓ બે બાળકો સાથે આત્મવિલોપન કરશે તેવી ટપાલ દ્વારા 8/5/23 ના રોજ રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આ વિધવા મહિલાને ડીટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથધરી હતી. જોકે, પોલીસ તંત્ર તેમજ સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી આશા વિધવા મહિલા રાખી રહી છે. વિધવા મહિલા કોકીલાબેન પગીના ખાતામાંથી બે લાખ કરતા વધુ રકમ કઈ રીતે લેવડદેવડ થઈ તેની તપાસ કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવે તેમ છે.