શહેરાના ધાંધલપુર ગામે ચણતર દરમિયાન દિવાલ પડતાં બે વ્યકિતને ઈજાઓ

શહેરા, શહેરા તાલુકાના ધાંધલપુર ગામ ખાતે મકાનનાં દીવાલની ચણતર ની ચાલુ કામગીરી દરમિયાન અચાનક દિવાલ પડી જતા બે વ્યક્તિઓ ને શરીરે ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકો એ દિવાલ નીચે દબાઈ ગયેલા અખમભાઇ અને સરવિનને બહાર કાઢ્યા હતા.ઇજાગ્રસ્ત ચૌહાણ અખમભાઈ લાલાભાઇ ઉંમર વર્ષ 50 તથા બારીયા સરવિનભાઈ અર્જુનભાઈ ઉંમર વર્ષ 30 ને સારવાર અર્થે લુણાવાડાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનેલા બનાવમાં અખંમભાઈને પગમાં ફેક્ચર થયેલ અને બારીયા સરવિનને પણ પગ ના ભાગે ફેક્ચર હોવાનુ જાણવા મળેલ હતું. ધાંધલપુર ગામના સરપંચ મંગળભાઈ તેમજ તલાટી કમ મંત્રી બામણીયા પોતાની નૈતિક ફરજ સમજીને હોસ્પિટલ ખાતે પહોંચી જઈને ઇજાગ્રસ્તોની મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા ને ઘટનાની જાણ થતા તેઓ પણ સ્થળ ખાતે પહોંચી ગયા હતા. જોકે, આ બનેલ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવા સાથે મોટી ઘટના બનતા અટકી હતી.