શહેરાના ધાંધલપુર ગામે 30 વર્ષિય યુવાનનુ ગળુ દબાવી હત્યા કરતા બે આરોપી વિરુદ્ધ ફરિયાદ

શહેરા, શહેરાના ધાંધલપુર ગામે 30 વર્ષિય યુવાનનુ ગળુ દબાવી હત્યા. આરોપીઓ દ્વારા મરણ જનારને તુ આવુ કેમ બોલ્યો તેમ કહીને આરોપીએ ઝધડો કર્યો હતો. અને આરોપીએ ગળુ દબાવી તેમજ અન્યએ માર મારતા 30 વર્ષિૈય યુવાનની હત્યા કરી નાંખતા આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

30 વર્ષિય યુવાનનુ ગળુ દબાવી હત્યા

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ધાંધલપુર ગામે રહેતા આરોપીઓ જીતેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ અને રેખાબેન ટેમરાભાઈ પટેલ બે મરણ જનાર પ્રવિણભાઈ મણીલાલ પટેલ (ઉ.વ.30)ને તુ આવુ કેમ બોલ્યો તેમ કહીને ઝધડો કર્યો હતો. અને આરોપી જીતેન્દ્ર પટેલ ઉશ્કેરાઈ જઈને પ્રવિણ પટેલનુ ગળુ દબાવી દીધુ હતુ. જયારે રેખાબેન ચંપલનો માર માર્યો હતો. પ્રવિણ પટેલનુ ગળુ દબાવી દેતા તેઓનુ મોત નીપજવા પામ્યુ હતુ. આ બાબતે શહેરા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

You May Also Be Interested in Other Topics –
1.શહેરા તાલુકાના બોરડી ગામ નુંં સમાચાર
2.ચુનાવ કા પર્વ
3.દાહોદ લોકસભા દાવેદાર