શહેરા,શહેરાના ધાંધલપુર ગામ ખાતે સામાન્ય બોલાચાલીમાં માતા અને પુત્રએ ભેગા મળીને 30 વર્ષીય યુવાનને મારમારી ગળુ દબાવીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી ને માતા અને પુત્ર સામે હત્યાનો ગુનો નોંઘ્યો હતો.
શહેરા તાલુકાના ધાંધલપુર ગામના નિશાળ ફળિયામાં રહેતા પ્રવીણ મણીલાલ પટેલ શનિવારના રોજ ઊંમરપુર ગામ ખાતે પાઘડીમાં જઈને ઘરે પરત આવ્યો ત્યારે ઘર પાસેના રસ્તા ઉપર આજ ગામના જીતેન્દ્ર રમેશ પટેલ ગાળો બોલતો હતો. જેને લઇને પ્રવીણ પટેલ અને જિતેન્દ્ર પટેલ વચ્ચે બોલાચાલી બાદ ઝગડો શરૂ થયો હતો. જીતેન્દ્ર પટેલ એ ગુસ્સામાં આવીને પ્રવીણ પટેલને નીચે પાડી દઈને ગળુ દબાવી દીધુ જ્યારે રેખા બેન પટેલ એ પ્રવીણને ચંપલ વડે મારમારી રહયા હતા.જોકે થોડી ક્ષણોના આ ગુસ્સામાં માતાની મદદથી જીતેન્દ્ર પટેલએ પ્રવીણ પટેલનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ બનેલા બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે આવી પહોંચીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પોલીસ મથક ખાતે મરણ જનાર પ્રવીણની માતા રમીલાબેન એ બનેલી આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે જીતેન્દ્ર રમેશભાઈ પટેલ અને રેખા બેન રમેશભાઈ પટેલ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે હત્યારા માતા અને પુત્રની શોધખોળ શરૂ કરવા સાથે આ બનેલી ઘટનાને લઈને તાલુકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
શહેરા તાલુકાના ધાંધલપુર ગામ ખાતે પ્રવીણ પટેલ અને જીતેન્દ્ર પટેલ વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. ઘટના સ્થળે બન્ને યુવાનો ની માતા ની હાજરીમાં થયેલ ઝગડામાં રમીલાબેન એ એક ને એક દીકરો પ્રવીણને ગુમાવ્યો હતો.થોડીક ક્ષણોના ગુસ્સાના કારણે યુવાનનું મોત થતા માતા અને પુત્રને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.
ધાંધલપુર ગામ ખાતે સામાન્ય વાતને લઈને બે યુવાનો વચ્ચે થયેલ ઝઘડામાં એક યુવાનનું મોત થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. થોડીક વારના ગુસ્સાના કારણે એક પરિવારે પોતાનો એક ને એક વહાલો દીકરો ગુમાવ્યો અને ચાર બહેનોએ પોતાનો ભાઈ ની છત્રછાયા ગુમાવી હતી. :: રાહુલ રાજપુત પોલીસ ઇન્સ્પેક્ટર શહેરા ::
ધાંધલપુર ગામ ખાતે બનેલા બનાવને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસ મથક ખાતે 302, 323 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે..