શહેરાના દલવાડા ગામે બિહારના 52 વર્ષીય પુરૂષે ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

શહેરા, શહેરા તાલુકાના દલવાડા ગામે રહેતા બિહારના વતની 52 વર્ષીય પુરૂષે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુન્હો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામના પીપળીયા ફળિયામાં રહેતા અને બિહારના સીતામઢી જીલ્લાના સરભર બેલાથાણુંના રહેવાસી કિરણબેન દિનેશભાઈ રાય એ શહેરા પોલીસ મથકે જાહેરાત આપતા જણાવ્યું હતું કે, તેમના પતિ 52 વર્ષીય દિનેશભાઈ ઈન્દરભાઈ રાય એ ગત તા.24ના રોજ સાંજના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં આવેલ ઓરડીમાં પાટડા ઉપર ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું. જેની જાણ તેમના પરિવારજનોને થતાં શોકનો માહોલ છવાયો હતો. આ અંગેની જાણ શહેરા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવ સ્થળે પહોંચી મૃતક દિનેશરાયના મૃતદેહને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. ત્યારે આ અંગે મોરવાહડફ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.