શહેરા, શહેરા તાલુકાના ચલાલી ગામે મતીયા ફળીયામાં રહેતા આરોપીએ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે શહેરા પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન કિંંમત 47,300/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ચલાલી ગામે મતીયા ફળીયામાં સંંજયભાઇ મોહનભાઇ બારીયા પોતાન રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે શહેરા પોલીસે રેઈડ કરી રેઈડ દરમિયાન બીયટ નંગ-315, પ્રિમીયમ વ્હીસ્કી કાચની બોટલ નંગ-48, કિંગફીશર સુપર સ્ટોંગ બીયર ટીન-38, રોયલ સ્ટેગ વ્હીસ્કી બોટલ નંંગ-48, શેવસ્ટેગ વ્હીસ્કી કાચની બોટલ નંગ-12 મળી કુલ 47,300/-રૂપીયાના મુદ્દામાલ સાથે સંજય મોહનભાઇ બારીયાને ઝડપી પાડવામાંં આવ્યો. જ્યારે કપીલાબેન સંજયભાઇ બારીયા અને દારૂનો જથ્થો પુરો પાડનાર મળી આવ્યા ન હતા. આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે શહેરાના ભદ્રાલા ગામે રહેતા અજયભાઇ રયજીભાઇ પગી પોતાના કબ્જાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂ કવાટરીયા નંગ-11 કિંમત 1067/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપી ધરે મળી નહી આવતાં આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.