શહેરા,શહેરા હોળી ચકલા વિસ્તારમાં રસ્તા ની વચ્ચેથી પસાર થતી ગટર ઉપર લોખંડની ચેનલ છ મહિના ઉપરાંત થી તૂટી ગયેલ હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે, ગટર ઉપરની લોખંડની ચેનલ તુટેલ હોવાથી અમુક વખતે ગટરના ગંદા પાણીના છાંટા વાહન ચાલકો અને રાહદારીઓના કપડા પર ઉડતા હોય છે.
શહેરા નગરના હોળી ચકલા વિસ્તારમાં પસાર થતા રસ્તા ઉપર રાહદારીઓની અવર જવર રહેતી હોવા સાથે મુખ્ય બજારો પણ આ વિસ્તારમાં આવેલ છે. રસ્તાની વચ્ચે પસાર થતી ગટર ઉપર પાલિકા દ્વારા બેસાડવામાં આવેલી લોખંડની ચેનલ છ મહિના ઉપરાંત થી વચ્ચેથી તૂટી ગયેલ હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગટર ઉપર લાગેલ લોખંડની ચેનલ તૂટી જવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના અમુક સમયે ગટરના ગંદા પાણીના છાંટા કપડાં પર ઉડતા કપડાં પણ બગાડતા હોય છે. આ વિસ્તારમાં મહત્વના બજારો આવેલ હોવા સાથે નાડા તરફ જવાનો આ માર્ગ હોવાથી ખાસ કરીને દિવસ અને રાત્રિ દરમિયાન લોકોની અવરજવર રહેતી હોય એના કારણે જાગૃત નાગરિક દ્વારા નગર પાલિકા કચેરી ખાતે મૌખિક રજૂઆત પણ થોડાક મહિનાઓ પહેલા આ ઉપરોક્ત બાબત ને લઈને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ હતું. પાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા સતત વાહનોની અવરજવર વાળા રસ્તા ઉપર ગટર પર લાગેલી તૂટી ગયેલ લોખંડની ચેનલની તાત્કાલિક મરામત કરવામાં આવે કે પછી નવી નાખવામાં આવે તે હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહ્યુ છે. નગર વિસ્તારમાં પાણી સહિત અન્ય સમસ્યાઓ દિનપ્રતિદિન વધતી જતી હોય ત્યારે નગર પાલિકા કચેરી ખાતે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે અને નગર વિસ્તારની સમસ્યાઓની તાત્કાલિક નિકાલ થાય એવી આશા નગરજનો રાખી.