શહેરા તાલુકાના બોરીયાવી થી ચોપડાખુર્દ જતા રોડ પર વનવિભાગ ની ટીમ એ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર પંચરાઉ લાકડા ભરેલ ટેમ્પોઝડપી પાડી હતી. વન વિભાગે લાકડા અને ટેમ્પો મળીને 3.5 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી.પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમ મંગળવાર ના રોજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. બોરીયાવી થી ચોપડાખુર્દ જતા રોડ ઉપરથી પંચરાઉ લાકડા ભરેલી પસાર થઈ રહેલા 407 ટેમ્પાને વનવિભાગની ટીમે ઉભી રાખી ચાલક પાસે પાસ પરમીટ માંગતા નહી હોવાથી લાકડા ભરેલ વાહનને ફોરેસ્ટ કચેરી ખાતે લાવીને જરૂરી તપાસ હાથ ધરી હતી. વન વિભાગે કુલ રૂપિયા 3 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.