શહેરા, શહેરા તાલુકાના બોરડી ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરૂદ્ધમાં બેનરો લગાડવામાં આવ્યા હતા. તે તલાટી દ્વારા બેનરો ઉતારી લેવામાં આવ્યો. ટી.ડી.ઓ.ના આદેશથી ઉતારવામાં આવતાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે.
શહેરા તાલુકાના બોરડી ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરેલ વાણી વિલાસના વિરોધમાં બોરડી ગામમા ક્ષત્રિય સમાજના દ્વારા બેનરો લગાડવામાં આવ્યા હતા. લાગેલ બેનરો આચાર સંંહિતા ભંગમાં આવતા ન હોવા છતાં બોરડીના તલાટી કમ મંત્રી દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા લાગેલ બેનરો ઉતારી લેવા માટે કહેવામાં આવતાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા તલાટી કમ મંત્રી સાથે વાાતચીત કરતાં તાલુકા વિકાસ અધિકારીના આદેશથી બેનરો ઉતારી લેવામાંં આવ્યા છે તેમ જણાવ્યું છે. ક્ષત્રિય આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામમાં ભાજપના લાગેલ બોર્ડ હોર્ડીંગ માટે આચાર સંહિતાનો ભંગ થતો નથી.