શહેરાના ભાટના મુવાડા ગામેથી 11 હજારના ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમને ઝડપ્યો

શહેરા તાલુકાના ભાટના મુવાડા ગામે રહેતા ઈસમ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 11,520/-રૂપિયાના દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ભાટના મુવાડા ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે ભયો અખમભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂ અને બિયર ટીન મળી કુલ રૂ.11,520/-ના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Don`t copy text!