શહેરા,શહેરા નગરમાં ભરચક વિસ્તારોમાં ફટાકડાની દુકાનો ખુલી ગઇ હોય ત્યારે નિયમોનું પાલન કરવામાં ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારો આળસમાં હોય એમ લાગી રહ્યું છે. તંત્ર દ્વારા ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને નિયમોનું પાલન ક્યારે કરાવશે કે પછી કોઈ ઘટના બન્યા પછી નિયમોનું પાલન કરવા માટે નીકળશે કે શું?
શહેરામાં દિવાળી પર્વને લઈને તાલુકાવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે શહેરા નગરના બસ સ્ટેશન, મેઇન બજાર સહીત અન્ય વિસ્તારોમાં ફટાકડાની દુકાનો ખુલી જવા પામી છે. સંબંધિત તંત્ર દ્વારા લાયસન્સ ફટાકડાનું વેચાણ કરવા માટે આપવામાં આવ્યું હોય એમાં દુકાનદારોને નિયમોનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવતું હોવા છતાં દુકાનદારો દ્વારા નિયમોનું પાલન નહિ કરતા જોવા મળવા સાથે લોકોની અવરજવર અને ભરચક વિસ્તાર હોવા છતાં દુકાનોમાં દારૂખાનાનો મોટો જથ્થો ભરીને દુકાનદારો ધંધો કરતા નજરે પડ્યા હોય તેમ છતાં સંબંધિત તંત્રના અધિકારીઓ આ સામે નિયમોનું પાલન કરવા માટે શુભ મુહૂર્તની રાહ દેખી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારો દ્વારા માત્ર પોતાના ધંધાનું વિચારી રહ્યા હોય જોકે, તંત્ર દ્વારા જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરવાનું ભૂલી ગયા હોય ત્યારે તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવે એ અત્યારે જરૂરી લાગી રહેલ છે. પ્રાંત કચેરી ખાતે ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારો પાસેથી જરૂરી કાગળો મંગાવીને ત્યારબાદ લાયસન્સ આપવામાં આવતા હોય ત્યારે ફટાકડાનું વેચાણ કરવા માટે એમાં નિયમો મુજબના કાગળો આ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોએ આપેલ છેક,ે નહીં એની તપાસ કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવી શકે તેમ છે. સંબંધીત તંત્ર દ્વારા કોઈ મોટી ઘટનાને આમંત્રણ આપતા હોય એમ ભરચક વિસ્તારોમાં ફટાકડાની દુકાનો ખુલી ગઈ હોય ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈને ફટાકડાના દુકાનદારોને નિયમોનું પાલન કરવા માટે શું કાર્યવાહી કરવામાં આવશે એ તો જોવું બન્યુ છે.