શહેરાના ભદ્રાલા જ્ઞાનદીપ ગંગામા હાઇસ્કુલના આચાર્યને પમો વાર્ષિક પદવીદાનમાંં પી.એચ.ડી. પદવી એનાયત કરાઈ

શહેરા,શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામના વતની અને જ્ઞાનદીપ ગંગામા હાઇસ્કુલ ભદ્રાલાના આચાર્ય ડો. અર્જુનસિંહ એફ. તલારને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનો 5મો વાર્ષિક પદવીદાન અને દીક્ષાંત સમારોહમાં સાયકોલોજી વિષયમાં Ph.D..ની પદવી એનાયત કરવામાં આવી હતી.

ગોધરા તાલુકાના વિંઝોલ ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનો 5મો વાર્ષિક પદવીદાન અને દીક્ષાંત સમારોહ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓ માંથી 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ વિવિધ વિષયમાં 41 વિદ્યાર્થીઓને યુનિ.દ્વારા પ્રથમ વખત Ph.D. ની પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામના વતની અને જ્ઞાનદીપ ગંગામા હાઇસ્કુલ ભદ્રાલાના આચાર્ય ડો.અર્જુનસિંહ એફ.તલાર 5 મો વાર્ષિક પદવીદાન અને દીક્ષાંત સમારોહ અંતર્ગત ડો.વનરાજસિંહ પરમારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે અને ડો.અર્જુનસિંહ તલારને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણના વરદ હસ્તે આ બંને સાયકોલોજી સ્ટુડન્ટને Ph.D.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.અર્જુનસિંહ તલાર એસ.વી.ખાંટ હાઇસ્કૂલ ખોજલવાસાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાયકોલોજી વિષયના શિક્ષક તરીકે સેવાઓ આપવા સાથે તેઓ શહેરા તાલુકાની જ્ઞાનદીપ ગંગામા હાઇસ્કુલ ભદ્રાલામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. ડો.અર્જુનસિંહ તલાર મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ઈતિહાસ સાથે ઝશિાહય યક્ષશિંયિ ખ.અ.ની પદવી ધરાવે છે. જ્ઞાનપિપાસુ સ્વભાવ અને શિક્ષણની ભૂખને સંતોષવા ડો.અર્જુનસિંહ તલારે ઉચ્ચ અભ્યાસ કરી શિક્ષણના શિખર અને ટોચરૂપી Ph.D.ની પદવી પ્રાપ્ત કરી હતી. એન.કે.મહેતા એન્ડ શ્રીમતિ એમ.એફ.દાણી આર્ટસ કોલેજ માલવણ, તા.કડાણા, જી.મહીસાગરના ડીપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના આસિસ્ટંટ પ્રોફેસર ડો.નરેશ જી.મૌર્યના માર્ગદર્શન હેઠળ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની પ્રથમ બેચમાં ડો.અર્જુનસિંહ એફ.તલાર અને ડો.વનરાજસિંહ એમ.પરમાર (પ્રો.આર્ટસ કોલેજ લીમખેડા)ને સાયકોલોજી વિષયમાં Ph.D..ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.અર્જુનસિંહ તલાર અને ડો.વનરાજસિંહ પરમાર બંને સાયકોલોજી સ્ટુડન્ટસે સાયકોલોજી વિષયમાં એકજ સાથે Ph.D.ની પદવી મેળવી પોતાના માર્ગદર્શક ડો.નરેશ જી.મૌર્ય , શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, કોલેજ સહિત શિક્ષણ જગત અને ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું હતુ.