શહેરા , શહેરા તાલુકાના બલુજીના મુવાડા ગામ ખાતે આવેલ એક ખેતર માંથી લીલા ગાંજાના 354જેટલા છોડ જીલ્લા એસ.ઓ.જી પોલીસ ને મળી આવ્યા હતા.ખેતરમાંથી 66.53 કિલોગ્રામ લીલો ગાંજો સાથે રૂપિયા 6,65,300 નો મુદ્દામાલ કબ્જે લઈને ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પંચમહાલ એસ.ઓ.જી પી.આઈ રાકેશ પટેલ ને ખાનગીરાહે બાતમી મળી હતી કે શહેરા તાલુકાના બલુજીના મુવાડા ગામે આવેલા ખોખરવા ફળિયામાં રહેતો ફુલાભાઈ હુકાભાઈ નાયકા તેના માલિકીના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલું છે આથી એસ.ઓ.જી.પી.આઈ આર. એ. પટેલ, પો.સ.ઈ રવિન્દ્ર પટેલ અને કે.એમ.રાઠોડ તેમજ સ્ટાફ કર્મીઓ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ બાતમીવાળી ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા જેને લઈ ફુલાભાઈ હુકાભાઈ નાયકાને સાથે રાખી ખેતરમાં તપાસ કરતા 354 જેટલા ગાંજાના છોડ જેનું વજન 66.53 કિલોગ્રામ કી.રૂ.6 લાખ 65 હજાર 300 મળી આવ્યા હતા ત્યારબાદ એફ.એસ.એલ ની મદદ લેતા એફ.એસ.એલ ના અધિકારી દ્વારા લીલા ગાંજા ના છોડ હોવાનુ ખરાઈ કર્યા બાદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો.હાલ એસ.ઓ.જી પોલીસ દ્વારા ફુલાભાઈ હુકાભાઈ નાયકા ને હસ્તગત કરી શહેરા પોલીસને સોંપવામાં આવતા કોવિડ ’19 ની માર્ગદર્શિકા મુજબ તેનો ટેસ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે વનસ્પતિજન્ય લીલા ગાંજાનું ઉત્પાદન અથવા તો એમ કહી શકાય કે તેની ખેતી માટેનું એ.પી. સેન્ટર શહેરા તાલુકામાં આવેલા વિવિધ ગામો બની રહ્યા હોય તેમજ થોડા દિવસો પહેલા તાલુકાનાં બોરીયા ગામના ગરાડીયા ફળિયામાં નિવૃત બસ કંડકટર ખેતરમાં ગેરકાયદે વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડ ની ખેતી કરતા ઝડપાઈ જવા પામ્યો હતો ત્યારે ફરી એક વખત જીલ્લા એસ.ઓ.જી પોલીસે બલુજીના મુવાડા ગામના ખેડૂતને પ્રતિબંધિત લીલા ગાંજાની છોડની ખેતી કરતા પકડી પાડતા તાલુકા પંથકના અમુક ખેડૂતો વધુ રૂપિયા કમાવાની લાલચે છુપી રીતે ગાંજાની ખેતી તરફ વળ્યા હોય તેમ કહીએ તો નવાઈ નહી.