શહેરાના બાહી કુમારશાળા ખાતે ગુરૂ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો

શહેરા, ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજરોજ બાહી ગામમાં બાહી કુમારશાળા, બાહી ક્ધયાશાળા, બાહી હાઇસ્કુલ અને ખાંટના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યા બાદ બાહી ગામના વય નિવૃત્ત થયેલા ગુરૂજીઓ અને તમામ શિક્ષકઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. હાલમાં જ વય નિવૃત્ત થયેલા તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડાનું પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ બાહી ગામના વતની અને હાલ વડોદરામાં નગરપાલિકાઓની કચેરી ખાતે અધિક કલેક્ટર તરીકેની ફરજ બજાવતા ગોપાલચંદ્ર બામણીયાના સૌજન્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં શહેરા તાલુકા માંથી હાલમાં જ વય નિવૃત્ત થયેલ તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડાના અધ્યક્ષ સ્થાને ધી નવચેતન હાઇસ્કુલ બાહીના કોમ્યુનિટી હોલમાં ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો. ગ્રામ પંચાયત બાહીના સરપંચ અને તમામ સભ્યો તેમજ બાહી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી, ચેરમેન અને તમામ સભ્યો ઉપરાંત ધી નવચેતન હાઇસ્કુલ બાહીના વિદ્યોત્તેજક મંડળના પ્રમુખ પી.ડી.સોલંકી તેમજ ગામના અગ્રગણ્ય નાગરિકો અને વડીલો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.