શહેરાના અંકોડીયા ગામે વીર શહીદની પત્નિને ફાળવેલ જમીનમાંથી દબાણ હટાવી ફળવાઈ

શહેરા, શહેરા તાલુકાના ખટકપુર ગામના બારીયા ભલાભાઈ અખમભાઈ ભારતીય સેનામાં 12 મહાર રેજીમેન્ટમાં ફરજ બજાવતા કારગીલ યુદ્ધ દરમિયાન બારામુલામાં પોતાના પ્રાણની આહુતિ આપી દેશ માટે શહીદ થયા હતા ત્યારે સરકારના પરીપત્ર ઠરાવ પ્રમાણે 2002માં તેમને આકડિયા ગામમાં આટા ફળિયામાં 14 એકર જમીન ફાળવી આપેલ છે પરંતુ તે જમીનમાં સ્થાનિક માણસોનુ દબાણ હતુ. અને તેની માપણી સરકારે હજુ સુધી કરી આપી ન હતી. જેથી તેમના પરિવારમાં તેમની ધર્મ પત્નિ વીરનારી બારીયા કોકીલાબેન ભલાભાઈને તે જમીનમાં ખેતી કરવા મળી ન હતી. આથી ગુજરાત માજી સેૈનિક સંગઠન પંચમહાલ દ્વારા કલેકટરને રજુઆત કરી તાત્કાલિક ધોરણે પોલીસની સાથે રાખી જમીન વિભાગમાં જાણ કરીને આ બેનને જમીન માપણી માટેનુ આયોજન કરી આપવામાં આવ્યુ હતુ. જેથી વીર નારી સહિત માજી સૈનિકો તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં ભુમિ પુજન કરીને વિરનારને જમીન વિભાગ દ્વારા સર્વે કરીને ખેતી માટે પોઈન્ટ આપવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે રાખી જેસીબીની મદદથી સાફસફાઈ કામગીરી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લાના હોદ્દેદારો, માજી સૈનિક ભાઈઓ તથા વિરનારી બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ પ્રસંગે ગુજરાત માજી સૈનિક સંગઠનના રાજય પ્રમુખ જીતેન્દ્ર નિમાવત તેમજ રાજયના મહિલા પ્રમુખ કલ્પનાબેન પંચમહાલ જિલ્લાના માજી પ્રમુખ રૂમાલભાઈ પાંડોરની ઉપસ્થિતિમાં કામગીરી શરૂ કરાઈ હતી.