શહેરા, શહેરા તાલુકાના અણીયાદ ગામે નદી કાંઠા વિસ્તારમાં આવેલ ભલાભાઈ ભરવાડની સર્વે નં.-224/2માં તેઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી મોટર, સ્ટાર્ટર અને વાયર સહિતના સાધનો નદી ઉપર મુકી સિંચાઈનુ પાણી ખેંચવા માટે ઉપયોગ કરતા હતા. ત્યારે રાત્રિના સમયે ભલાભાઈ ભરવાડ દ્વારા નદી ઉપર મુકેલ મોટર, વાયર સહિતના સાધનો કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ જતા આ બાબતે ભલાભાઈ ભરવાડ દ્વારા શહેરા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. તેઓ દ્વારા અપાયેલ અરજીમમાં જણાવ્યુ હતુ કે,બે દિવસ પહેલા પણ તેઓના ખેતરમાં મુકેલ અંદાજિત 50 મીટર કેબલ વાયરની પણ ચોરી થઈ હોવાની સાથે થોડા દિવસ પહેલા તેમના ગામના અન્ય ખેતરમાંથી પણ બે મોટરની ચોરી થઈ હોવાનુ જણાવ્યુ હતુ. હાલ કડકડતી ઠંડીમાં એક અઠવાડિયામાં અણીયાદ ગામે મોટર ચોરીનો બીજો બનાવ બનતા ગામલોકોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે.